જીવનનાં દરેક પાનાં પર એક પાત્ર ને સજાવ્યું છે.. કેયારેક એ નાનપણ નો લખોટી રમનાર મિત્ર હોય તો ક્યારેક શાળામાં પાટલી પર સાથે બેસનાર દોસ્ત.. ક્યારેક કોલેજમાં દિલ ચોરી જનાર સુંદર છોકરી હોય તો ક્યારેક ઓફીસ માં સાથે કામ કરનાર સ્ટાફ મેમ્બર.. ક્યારેક નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરનારી માં હોય તો ક્યારેક હંમેશા તમારો સાથ આપનાર પત્ની.. પણ આ દરેક પાત્ર અલગ અલગ વાનગી જેવા છે.. દરેક ના સ્વાદ અલગ છે પણ આ દુનિયા રૂપી થાળી માં ભગવાન એ પીરસી ને આપ્યા છે, એટલે જ જીવન માં મજા છે..