પારકું છે એ છતાં જોને મોહ છોડાતું નથી,
સત્ય સમજીને સદા એ સત્ય સમજાતું નથી.
કાળજું મજબૂત જોઈએ અમારી સંગતે,
દર્દને ગાયા વગર ત્યાં જામ પીવાતું નથી.
જે છે તેનાથી હવે તો કામ કાઢો માયલા,
આપણાંથી જિંદગીમાં કંઈ બદલાતું નથી.
એક આજીજી હતી ઠુકરાવી દોસ્તે કાયમી,
આંસુ એને ખાસ દોસ્તોનું કેમ દેખાતું નથી.
રોજ ની આદત પડી ''મિત'' એની વાતની,
આપણી મરજી મુજબ કયો કેમ જીવાતું નથી?
મિત