શબ્દો ઓછા પડે તો આકાશની અસીમતા સમજી લેજો........
લાગણીઓ ઓછી પડે તો દરિયાની ગેહરાઈ સમજી લેજો.......
વફાદારી ઓછી પડે તો પડછાયાની ખુમારી સમજી લેજો......
ધીરજ ઓછી પડે તો તોફાન પહેલાંની શાંતિ સમજી લેજો......
સમર્પિતતા ઓછી પડે તો મીરાંબાઈની પ્રિત સમજી લેજો....
બસ એટલું જ કહીશ..
મારા પ્રેમની રજૂઆત ઓછી પડે તો આ શબનો છેલ્લો પ્રયાસ સમજી લેજો........