Gujarati Quote in Shayri by Dr.Shivangi Mandviya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વળેલું એક પાનું મને જૂની કિતાબમાં મળ્યું
જૂનું એક જણ મને નવા નગરમાં મળ્યું

કોલ દીધા હતા કે , મળતા રહીશું
પછી બડી દૂર નગરીનું બહાનું મળ્યું.

બેઠા કિનારે શીતળ જલની આશમાં અમે
અને ખરડાયેલા પગને ઉનું મૃગજળ મળ્યું.

જાતે તમાચા મારી ગાલ ગુલાબી કર્યા ,
પછી એમને મોકલેલું ગુલાલ ભેટમાં મળ્યું.

સમય પણ કેવો સમયસર નિકળી ગયો એ જોઈને
છુટા પડેલા બે જણને સંજોગનું સંભારણું મળ્યું.

~SHIVANGI MANDAVIYA

Gujarati Shayri by Dr.Shivangi Mandviya : 12131
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now