તરસ તો ઘણાં સમયથી છે કેમકે,
અહીં પ્રેમાનાવૃષ્ટિ થઈ છે !
શબ્દો સુકાય ગયા છે કેમકે,
અહીં કલ્પનાની અછત ઊભી થઈ છે !
હૈયું ભૂખ્યું મરી રહ્યું છે કેમકે,
અહીં લાગણીઓ ખૂબ મોંઘી વેચાય રહી છે !
લોકો ઉધાર પણ નથી દેતા કેમકે,
અહીં વિશ્ર્વાસ તૂટવાનો સૌને ડર છે !
જો થાય પ્રેમાતિવૃષ્ટિ,તો આપત્તિ નથી કેમકે,
અહીં તરસવા કરતાં ડૂબવું બહુ માફક લાગે છે !