પવન પડદા સાથે વાત કરે છે
બંધ બારીની પૂછતાછ કરે છે.
ચાર દીવાલો વચ્ચેનો સન્નાટો છે સુરમય,
તો કેમ ટાંગેલી તસવીરો કકળાટ કરે છે?
છે શિયાળાની રાત અને એકેય લાકડું નથી,
તો શુ એ ઈચ્છાઓને બાળી તાપ કરે છે?
ભરચક શહેરને અંદર ચાર ખુણાનો ખાલીપો છે એટલે ,
એ આયનો તોડવાની પ્રતિબિંબને રજુઆત કરે છે?
મૂર્તિ નથી , મંદિર નથી , નથી એકેય અગરબત્તી
તો કોને એ નમન કરી યાદોનું ભભૂત કરે છે?
shivangi mandaviya