તારી એક ઝલક માટે કેટલું તરસાવીસ.. બોલ ને તું ક્યારે આવીશ..
તારા મધુર અવાજ ને સાંભળવા કેટલી રાહ જોવડાવીશ.. બોલ ને તું ક્યારે આવીશ..
તારી આંખો માં આંખ પરોવીને પ્રેમ માણવાનો મોકો ક્યારે આપીશ.. બોલ ને તું ક્યારે આવીશ..
તારા એ કોમળ હાથો ના સ્પર્શ માટે કેટલો તડપાવીસ.. બોલ ને તું ક્યારે આવીશ..