જેમ સમી સાંજે જયારે સુરજ પોતાની અગનજ્વાળાને ઓલવવા સાગરમાં ડુબકી લગાવવા ક્ષિતીજરેખા પાસે જાય છે એવું જ કંઈક અસ્તિત્વ છે તારૂં મારાં જીવનમાં,
સાગર પોતાની ભરતી-ઓટ માટે રમણરેતી પાસે જાય છે એ રમણરેતી જેવું જ અસ્તિત્વ છે તારૂં મારાં જીવનમાં,
આ હવા જેના વેગ સાથે સાગરનાં હદય પર ખળખળ હસતાં મોજાં જેવાં સ્વપ્નો હિલોળા લે છે એવું જ કંઈક અસ્તિત્વ ધરાવે છે તારૂં મારાં જીવનમાં.
લિ. Butter Boy