એક તારો ખર્યો હતો , તારા વગર
મેં તને માંગ્યો હતો , તારા વગર.
એકલતા ચાલી પાછા પગે ટકોરા દઈ,
જોઈ ગઈ મને તારી સાથે, તારા વગર
ભીતર ખખડતું હતું, ખાલીપણું સતત
મેં ભર્યો મારામાં તને , પણ તારા વગર.
તું મળ્યો હતો ગઈ રંગીન રાતે, યાદ છે મને
પણ સવાર પડી પાછી એમ જ , તારા વગર.
હવાએ બાતમી આપી કે તું નહીં આવે
છતાં તારા આવવાનો આભાસ મને , તારા વગર.