Gujarati Quote in Poem by amita

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બારી શું કામ?
​સુંદર બારી પર સુંદર પડદા,
બારીની બહાર દેખાતો સુંદર નજારો.
બારીની અંદર રહી ગઈ વિહવળ નજરો,
પડદા રાખવા હતા તો બારી શું કામ?
​દોરડે બાંધેલા પડદા સરકે છે ધીમે,
મનની અંદર કંઈક અટકે છે ધીમે.
પવનની લહેરખી આવે છે બારીએથી,
પણ નજરુનો રસ્તો અટકે છે ધીમે.
​જે ખુલ્લું છે એ બધુંય અડધું લાગે,
આ કાચની પારનું આકાશ તડપે લાગે.
ચિત્ર તો સરસ છે બહારની દુનિયાનું,
પણ અંદરનો એકાંત ક્યાંક ખૂંચતો લાગે.
​જો સરહદ જ રાખવી હતી આટલી નજીક,
તો પછી આ દૃશ્યનો મોહ શું કામ?
પડદા રાખવા જ હતા જો દરવાજે,
તો પછી દિલમાં આ બારી શું કામ?

Gujarati Poem by amita : 112037516
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now