આકાશી પ્રેમ કથા
એક તારલો બેઠો આકાશ માં
દૂર થી નિહાળે પૂનમ નો ચંદ્રમાં
રાહ જોતો બેઠો હતો
ક્યારે દૃષ્ટિ પડે સિતાંશુ ની મારા પર?
આવી ગયું વચ્ચે વાદળો નું ટોળું
ને છુપાઈ ગયો રાત્રિદીપક નું મુખડું
ટળવળાટ વધી ગયો ઋક્ષ ના મન માં
ક્યારે મળશે મારા મનડા ના મીત ની ઝાંખી?
એણે ઓઢી લીધી ઓઢણી વાદળો ની
એના રુખ પર રેખાઓ પડી શરમની
જાણે પ્રિયતમ ને જોઈ શરમાતી પ્રિયતમા
ક્યારે થશે મિલન? પળ વાર, કરે વિચાર
આવશે નિશા ની બેલા જ્યારે
ખસી જશે શરમ ની ઓઢણી ત્યારે
થશે મિલન પ્રિયતમ ને પ્રિયતમા નું
શશાંક અને તારિકા મળશે સદાય ને માટે