"મિત્ર" - અછાંદસ કાવ્ય
મીત્ર એટલે
કોઈ મુહૂર્ત જોયા વગર મળી ગયેલો સંબંધ,
કોઈ હિસાબ વગરનો હિસાબ,
જ્યાં આપવું, એ જ મેળવવું છે.
એ કોઈ લોહીનો સંબંધ નથી,
તોય લોહીથી વધુ વહે છે,
મિત્રતાનો કોઈ એગ્રીમેન્ટ નથી,
તોય શ્વાસ સુધી નભે છે.
મિત્ર એટલે
જે ખામોશીનો મનસૂબો સમજી જાય એ,
જે ભીડમાં નહીં,
જે એકલતામાં યાદ આવે એ,
જે હાસ્ય પર હસે નહીં,
ને જે હાસ્યની પાછળનું રુદન ઓળખી જાય એ...મિત્ર
સાચી મિત્રતા ક્યારેય મોટેથી બોલતી નથી,
એ તો આંખના ખૂણામાં ભીનાશ બનીને ચમકે છે,
ખભા પર મુકાયેલા એક શાંત હાથમાં જીવે છે,
અને કહે છે - "મેં હું ના."
આજે,
આપણી આસપાસ ભીડ વધી છે,
પણ મિત્રો ઓછા થયા છે,
લાઈક વધ્યા છે,
પણ લાગણી ઓછી થઈ છે,
ત્યારે જો આપણી પાસે એક પણ એવો મિત્ર હોય
જેને કોઈ કારણ વગર ફોન કરી શકાય, ગમે ત્યારે,
ને લાગણી વ્યક્ત કરી શકાય.
તે કહે "હું છું ને."
તો માનજો, આપણે જિંદગી કમાઈ ગયા,
આજનો આ મૈત્રી દિવસ મુબારક, મારા મિત્રોને,
Happy Friendship Day To All,
આપણો આ સેતુ
શબ્દોથી નહીં, સ્નેહથી "સ્વયમ્'ભૂ" ટકી રહે કાયમ, એજ અંકબંધ મિત્રતા રહે કાયમ,
અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"