Gujarati Quote in Poem by JIGAR RAMAVAT

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજી રમવાની ઉંમર હતી, ઘરનો ભાર જોઈ રડી પડ્યો,
પોતાના સપનાં દાટી દિલમાં, પરિવાર જોઈ રડી પડ્યો.

માની આંખે આંસુ જોયા, તો પોતાનું દુઃખ ભૂલી ગયો,
રાત પડી ને એકલો થયો, પોતાની હાલત જોઈ રડી પડ્યો.

જે ઉંમરે પિતાની આંગળી પકડી, દુનિયા જોવાની હતી,
એ ઉંમરે ખાલી ખિસ્સા લઈને, મજબૂરી જોઈ રડી પડ્યો.

બહેનની ફી, ભાઈનાં સપનાં, માથે આવી જવાબદારી,
પોતાની ઇચ્છા દફનાવીને, પોતાની કિસ્મત જોઈ રડી પડ્યો.

દુનિયાને હસતો દેખાયો, કોઈએ પૂછ્યું નહીં દિલનું,
ઓશીકું ભીનું થઈ ગયું, પોતાની તનહાઈ જોઈ રડી પડ્યો.

કોઈ પૂછે, “તારા સપનાં ક્યાં?” તો હસીને વાત ટાળી દે,
અરીસામાં પોતાને જોયો, આંખોમાં ખાલીપો જોઈ રડી પડ્યો.

છોકરો તો આજે પણ અંદરથી, બાળક જ છે સાહેબ,
જવાબદારીના ભાર નીચે, પોતાનું બાળપણ ખોઈ રડી પડ્યો

–J.A.RAMAVAT

Gujarati Poem by JIGAR RAMAVAT : 112031545
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now