Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નયન ચૂકી જાય પલકારા, હરજી આંગણ આવોને.
હૃદય ભૂલી જાય ધબકારા, હરજી આંગણ આવોને.

પ્રતિક્ષાની પરાકાષ્ઠા છે તમારે હવે આવવું જ ઘટે,
મુજનાવને મળતા કિનારા, હરજી આંગણ આવોને.

રોજેરોજ દ્વારે ઊભીને રાહ તમારી જોઉં છું પ્રભુ,
પધારો એકે બનીને હજારા, હરજી આંગણ આવોને.

ભોળાનાથ ભગવંત ભક્તવત્સલ ભયહારી કૃપાળુ,
ભાગ્યના બદલતા સિતારા, હરજી આંગણ આવોને.

ધન્યઘડી, ધન્યભાગ જે દિન શિવજી પધારે આંગણે
થાય માયાબંધને છૂટકારા , હરજી આંગણ આવોને.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112031039
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now