સાવ પોતાની ફરજ ચૂકી જાય છે વાદળ.
રોજેરોજ દૈ દેખાડો છટકી જાય છે વાદળ.
જાણે કે મલકમાં વરસવાની દાનત જ નથી,
તો પછી શાને આભે આવી મંડાઈ છે વાદળ?
સમય ચૂકી જાય પછી મળે તો પણ શું કામનું?
ક્યારેક તડકો ક્યારેક વાદળ વગોવાય છે વાદળ.
નથી જ વરસવું તો ખાલી કરી દ્યોને આકાશ !
જળ સમદરનું ગયું ક્યાં સૌ પૂછી જાય છે વાદળ.
વરસ્યાં ત્યાં તો સાવ પૂરું જ કરી દીધું તમે તો,
અમને કોરાધાકોડ રાખી તમને શું થાય છે વાદળ?
- ચૈતન્ય જોષી. ' દીપક: પોરબંદર.