હજુ કેટકેટલા સૌને તરસાવીશ મેહુલા?
હજુ કેટકેટલા અમને તડપાવીશ મેહુલા?
રાહ જોઈ જોઈને અમે તો થાક્યા છીએ,
ક્યારે અહીં સાંબેલાધારે તું આવીશ મેહુલા?
નથી દયા આવતી તને જગના તાતની?
ક્યારે વાદળોની જમાત લાવીશ મેહુલા?
વરસ્યો ત્યાં તો તે આડોઆંક વાળી દીધો!
હવે તું શું માપપટ્ટી લઈને પધારીશ મેહુલા?
આ સૂકાંભઠ ઝાડવાં ચોધારે અશ્રુઓ સારે,
એની ઉરઅગન આવીને બુઝાવીશ મેહુલા!
ખાલીખમ જળરાશિ અને તરસ્યાં પશુપંખી,
કરે છે સાદ તને બૂમ પાડી સાંભળીશ મેહુલા?
- ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.