દિલ સુધી પહોંચવામાં કલમ નાની પડી.
અંતરઆર્ત વાંચવામાં કલમ નાની પડી.
એ માત્ર શબ્દ અને અક્ષરો સુધી જ ગઈ,
ધડકનભાષા ઉકેલવામાં કલમ નાની પડી.
એણે આલેખ્યું એ માત્ર દસ ટકા જ હતું,
બાકીનું બધું સમજવામાં કલમ નાની પડી.
સત્ય આખરે ક્યાં સુધી અગોચર રહેતું,
અશ્રુઓને રખે ચાખવામાં કલમ નાની પડી.
અથથી ઈતિ સુધી કહ્યું પણ રહ્યું અધૂરું,
સ્પંદનો ઉરના માપવામાં કલમ નાની પડી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.