Gujarati Quote in Poem by Dr KARTIK AHIR

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ : સફેદ રંગ
૨૮×૨૮

સફેદ રંગની અંદર પણ ઘણાં સતરંગ હોય છે,
જે આંખ વાંચી લે તેને જ એનાં સંગ હોય છે.

સફેદ પાને લખાયાં છે કિસ્સા અનેક યુગોનાં,
કલમનાં ઘાવમાં ક્યારેક સત્યનાં ડંખ હોય છે.

સફેદ કફન કહી જાય છે, બધું મૂકીને જાવું,
અહીં તો શ્વાસનાં બદલામાં રોજે જંગ હોય છે.

સફેદ વસ્ત્ર પહેર્યાથી મન કદી ઉજળું ન થાતું,
મનનાં ખૂણે અંધાર હો તો રંગ ભંગ હોય છે.

સફેદ રંગને લોકો ઘણી નિર્દોષતા આપી દે,
હકીકતમાં તેની પાછળ અનેક પ્રસંગ હોય છે.

રંગોની ભીડ વચ્ચે જે સાવ અલગ ઊભો રહે,
એ સફેદ જ હોય છે જેમાં બધાં જ રંગ હોય છે.

કોઈએ પૂછ્યું કે, પ્રેમનો અસલ રંગ ક્યો હોય?
મતલબ બધો જ મરી જાય ત્યાં સફેદ રંગ હોય છે.

- કાર્તિક આર. આહીર (તબીબ 🇮🇳)

Gujarati Poem by Dr KARTIK AHIR : 112027603
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now