ભાઈ
માતા પિતા પછી વાતનો વિસામો છે ભાઈ,
બહેનની ખુશીઓનો ખજાનો છે ભાઈ!.....
લડતા ઝઘડતા સંગાથે મોટા થયા બહેન ભાઈ,
રડાવીને હસાવી દે બહેનીને હેતથી એ ભાઈ!....
ભાઈ-ભાઈ અને ભાઈ-બહેનના અગાઢ સ્નેહ-
ભર્યા સંબંધોને સાચવી લે સ્નેહથી એ ભાઈ!....
વણ કહેલી વાતને સમજી જાય છે ભાઈ,
સુખ દુઃખમાં સહારો બને છે ભાઈ!.............
નાનપણથી મોટા થઈ ભલેને હો જોજન દૂર તોય
હેતથી છલકાય છે હૈયું મારા વીર તારે રે કાજ!...
બહેનોનો હીર છે તું,સ્નેહની સોગાદ છે તું,
સદા સ્વસ્થ,મસ્તને ખુશ રહેજો તમે મારા વીર!...
જય શ્રી કૃષ્ણ "પુષ્પ"