દોસ્ત, હું જ મારો ખરો મિત્ર છું.
દોસ્ત, હું જ મારો ખરો શત્રુ છું.
હરપળે રહેતો હારે હર હંમેશથી,
દોસ્ત, હું જ મારો એ રાહબર છું.
હું જ બિંબ અને હું જ પ્રતિબિંબ,
દોસ્ત, હું જ મારાથી માતબર છું.
હું જ હારું અને હું જ જીતનારો,
દોસ્ત, હું જ અધ્ધર ને સદ્ધર છું.
હું જ પ્રકાશને ટશર સમી જ્યોતિ,
દોસ્ત, હું જ બીરબલ ને અકબર છું.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.