Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*તારો મત, તારી ઓળખ*

ગામના ચોરે ને શહેરના નાકે,
ચર્ચાઓના વંટોળ ઉઠ્યા છે,
કારણ કે... ફરી પાછો અવસર રૂડો આવ્યો છે!
આ કોઈ સામાન્ય રજાનો દિવસ નથી,
આ તો લોકશાહીના શ્વાસનો ઉત્સવ છે.

તને લાગતું હશે કે,
"મારા એક મતના ટીપાથી શું ફેર પડશે?"
પણ ભૂલીશ નહીં,
એક એક ટીપે જ સત્તાના સાગર ઘડાય છે,
ને એક એક ટીપે જ પરિવર્તનના પૂર આવે છે.

જાગો મતદાર!
જાતિ, જ્ઞાતિ કે ધર્મના ચશ્મા ઉતારીને જો,
પક્ષપાતના પડદા ચીરીને જો,
ખોટા વાયદાઓની ઝાકળમાં અટવાઈશ નહીં,
તું તારા સંતાનોનું ભવિષ્ય અને
દેશની સરહદોને નજરમાં રાખીને જો.

લોભ, લાલચ કે દબાણની સાંકળ તોડી નાખ,
તારી આંગળી પરનું એ કાળું ટપકું,
માત્ર નિશાની નથી—
એ તારી શક્તિ છે, તારો અધિકાર છે,
પાંચ વર્ષ સુધી ગર્વથી જીવવાનું તારું હથિયાર છે.

કાયર બનીને ઘરે બેસી ન રહેતો,
પછી વ્યવસ્થાને દોષ દેવાનો તને હક નથી.
ચાલ, લોકશાહીના આ યજ્ઞમાં
તારા પવિત્ર મતની આહુતિ આપી જો

ચાલ, મતદાન કર...
કારણ કે તારો મત જ,
"સ્વયમ્'ભૂ" આવતીકાલનો મજબૂત ભારત છે!

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 112022793
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now