તને મળવાની તલાવેલી રોજ રોજ મારે.
ને સાંભળવાની તાલાવેલી રોજ રોજ મારે.
જાય દિવસ ખાલી પ્રતીક્ષા કરી કરીને તારી,
ને ઓળખવાની તાલાવેલી રોજ રોજ મારે.
ચક્ર સમયનું નિત્ય કાર્યરત રહે વણથંભ્યુ,
તને ભેટવાની તાલાવેલી રોજ રોજ મારે.
રોજ નવલી આશા ધરીને દિવસ ઉગતોને,
સુકૃત ફળવાની તાલાવેલી રોજ રોજ મારે.
હરિ આટલી ના અટકતી રાહ સ્વીકારજે ,
વિયોગ ટાળવાની તાલાવેલી રોજ રોજ મારે.
--ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.