લાગણીના પ્રવાહમાં તણાતો રહ્યો સતત.
ને સ્વાર્થી દુનિયાથી વગોવાતો રહ્યો સતત.
ભૂલ ત્યાં થૈ બધાને મારા જેવા ધારી લીધા,
વારંવાર અકારણ તેથી દંડાતો રહ્યો સતત.
નડી એક જ ટેવ મારી બીજાનું વિચારવાની,
મૂર્ખાઓની જમાતમાં ગણાતો રહ્યો સતત.
હતી તમન્ના એક જગતમાં કંઈક કરી છૂટવાની,
ને વામણા લોકોથી ખોટો મનાતો રહ્યો સતત.
આ ઉરવેદના અકળાવતી રહી મને હરવખ્ત,
સહન કરી વાંકવગર ખૂબ પસ્તાતો રહ્યો સતત
ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.