અંતરની ઓષ્ઠે લાવતા કોણ રોકી રહ્યું છે? વેદનાને શબ્દમાં ઢાળતા કોણ રોકી રહ્યું છે ?
ઘુટાતી રહી વેદના અંતરે કેટ કેટલી આજે,
વસમા વચનોને ઉચ્ચારતા કોણ રોકી રહ્યું છે?
મૂઠી જેવડા મંદિરમાં સમાઈ એ વર્ષો સુધી,
અંતરને રોજેરોજ ફફડતા કોણ રોકી રહ્યું છે?
ધબકવું, ટપકવું ને ભાવોને પણ સાચવવાના,
એ ઉરને અહર્નિશ વિરમતા કોણ રોકી રહ્યું છે ?
એકે એ હજારા બનીને સ્પંદનો કરનારૂં છે એ,
વેદના એની આજે સમજતા કોણ રોકી રહ્યું છે?
- ચૈતન્ય જોષી 'દિપક 'ઓમનગર.