હિસાબી મહિનો ભલે રહ્યો, વહીવટ હવે કુદરત પર છોડુ છું;
નિઃસ્વાર્થ જીવતી રહી સર્વત્ર, સ્વમાનનો સ્વાર્થ હવે જગાડું છું;
સારા રહી ગુમાવતી રહી બધુ, પ્રભુ તારા ભરોશે હવે રહું છું;
કહેવા માટે તો બધા જ અહીં, દરેકના ભીતરે સ્થાન હવે શોધું છું;
પ્રીતની દોર વિશ્વાસ પર ટકી, પ્રીતની પવિત્રતા હવે શોધું છું;
શ્વાસ રહ્યા કર્મના ઋણી, દોસ્ત! કર્મથી ઈશને હવે બાંધુ છું.
- ફાલ્ગુની દોસ્ત