મારી તમારાથી કોઈ ઓળખાણ નથી.
તોય તમે મારાથી સાવ અજાણ નથી.
આપણી યારી અરસપરસની અખંડ,
છતાં એની આપણને કોઈ જાણ નથી.
તરવો છે સમંદર છોને ઉતંગ અકળાવે,
જાતમહેનતથી બાકી કોઈ વહાણ નથી.
ભરાઈ એટલી ભરી છે બુદ્ધિ માનવમાં,
આપવામાં રાખી કોઈ એણે તાણ નથી.
ભાઈબંધીની આશાએ ભેળા કીધા એણે,
અહીં કરવાનું કોઈએ કદી રમખાણ નથી.
-ચૈતન્ય જોષી. " દીપક" પોરબંદર.