શરણે આવ્યો શિવસરકાર મુજને સ્વીકારજો રે.
છોને હોય દોષો હજાર મુજને સ્વીકારજો રે.
માયાપાશે છું અટવાયો. માનવ થૈને હું મૂંઝાયો.
હરજી આપોને આવકાર મુજને સંભાળજો રે.
ખરું ખોટું ના સમજાયું, ભૂલ્યો નામ તમારું સવાયું.
ભોળાનાથ દઈ આધાર મુજને પંપાળજો રે.
ભૂલો ભૂલો ભોળનાથ તમે, ઝાલો શિવ હાથ તમે.
શિવસમા ના હોય સંસાર મુજને ઉદ્ધારજો રે.
કરી કબૂલાત વિનવું તમને, રીઝો નાથ મનાવું તમને.
સર્વસમર્પણના હો આચાર મુજને તારજો રે.
- ચૈતન્ય જોષી " દીપક " પોરબંદર.