ક્યારેક આવીને આમ મળો તો ગમે.
પરસ્પર એકમેકને સાંકળો તો ગમે.
આમ તો દરરોજ મળવાનું ના બને,
મળો ત્યારે યાદમાં સળવળો તો ગમે.
શબ્દોમાં સ્નેહ વહે સન્મુખ થવાથી,
અમારા ડાયરામાં કદીક ભળો તો ગમે.
કહીએ અરપરસ વાત અનુભવની જે,
તમે એકચિત્તે એને જો સાંભળો તો ગમે.
કેવો થયો યોગાનુયોગને સેતુબંધ સહજ,
યાદગાર બને જો મિલનની પળો તો ગમે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.