ક્યાંક અમારા શબ્દો પડઘાય એટલે બસ.
ક્યાંક અમારા અર્થો વિચારાય એટલે બસ.
લાગણીની દુનિયામાં ડૂબ્યા પછીની વેદના,
કોઈકથી અંતર અમારું વંચાય એટલે બસ.
થાકી જવાય છે મનને સમજાવી સમજાવીને,
ક્યારેક અમારી વાત ઉચ્ચારાય એટલે બસ.
સરવાળા બાદબાકી કરી લીધા પણ તાળો ક્યાં?
હમદર્દીમાં અમારી ગણતરી થાય એટલે બસ.
ખોટના ધંધામાં શું હિસાબ કરવાનો આખરે ?
અમારી વેદના કોઈથી કદી કળાય એટલે બસ.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.