તને યાદ કરું છું હરિ, તને હિચકી આવતી હશે.
નૈને નીર ભરું છું હરિ, તને હિચકી આવતી હશે.
થાકી ગયો છું માયાવળગણથી છૂટવામાં જાતે,
તારી મદદ માગું છું હરિ, તને હિચકી આવતી હશે.
ખૂબખૂબ ભટક્યો છું જેની સઘળી તનેય ખબર છે ને ?
શ્વાસેશ્વાસે તને ભરું છું, તને હિચકી આવતી હશે.
કરીને પ્રતિક્ષા પારાવાર તુજ આગમનની હે દયાનિધિ..!
રોજ નવેસરથી હું ગણું છું, તને હિચકી આવતી હશે.
જન્મોજન્મની યાત્રામાં પરિઘે ભમતો કેન્દ્રના ઈશારે,
જો તું મળે વસંતેય ખરું છું, તને હિચકી આવતી હશે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.