વરસતી આંખે તારી યાદ આવી મને.
ના ઝાંખેઝાંખે તારી યાદ આવી મને.
અંતર પણ થૈ વ્યાકુળ તરફડી ઊઠતું,
માયના શલાખે તારી યાદ આવી મને.
શબ્દો થયા શૂન્ય તને પોકારતી વેળાએ,
વત્સલતા પલાખે તારી યાદ આવી મને.
શું બોલાયુંને શું સંભળાયું દિલને ખબર,
શરણાગતિની પાંખે તારી યાદ આવી મને.
જે અનુભવાયું હતું એ શબ્દાતીત મૌનને,
બાકી કોણ રાખે? તારી યાદ આવી મને.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.