મનગમતી મારી પતંગ, કોઈ ઉડાડી ગયું છે,
સૂતેલી મારી શ્રદ્ધા, કોઈ જગાડી ગયું છે.
નહોતી ખબર ઇશ્ક તણા,પેચો છે કેવા કઠિન,
આપીને શરત શ્વાસની,કોઇ રઝળાવી ગયું છે
જોઉં છું લાચાર થઈ , સૂનું ગગન હું તો હવે,
બાજી જીતેલી હતી, કોઈ બગાડી ગયું છે.
રાજી હતો હું એમ કે, છે દોર મારા હાથમાં,
કાપી પતંગ હવે કહો, કોણ તે કાપી ગયું છે?
બાકી રહી છે યાદ બસ, સૂની હથેળીએ હવે,
લુટાઈ ગયો જેના પર, તે જ તડપાવી ગયું છે
– હાર્દિક ગાળિયા