કોને કહેવી, મનભર કથા, પ્રાણ જેવો હતો તું,
પ્રીતી આખી, અધવચ મહીં, તોડી ચાલ્યો ગયો તું.
સાથે ગાળી, પળ પળ સખી, યાદ આવે હજી એ,
હાથોમાંથી, કર મજવતે, છોડી ચાલ્યો ગયો તું.
શૂન્ય ભાસે, જગત સઘળું, સાથ તારો નથી જ્યાં,
શ્વાસ મારો, સ્મરણ કને, જોડી ચાલ્યો ગયો તું.
ભીની આંખે, હૃદય રડતું, છોડી ચાલ્યો ગયો તું,
કાચું સાચું, સગપણ બધું, તોડી ચાલ્યો ગયો તું.
યાદો તારી, હ્રદય મહીં આ, ‘હાર્દિક’ ભીની રહી,
બંધન જૂનું, સગપણ બધું, તોડી ચાલ્યો ગયો તું.
– હાર્દિક ગાળિયા