બીરબલ
અકબરના દરબારમાં નવરત્નો (૧) બીરબલ (૨)
રાજા માનસિંહ, (૩)
રાજા ટોડરમલ, (૪)
અબુલ ફઝલ, (૫)
ફૈઝી, (૬) તાનસેન,
(૭) ખાન ખાનાન,
(૮) હકીમ હુમામ
અને (૯) મુલ્લા દો
પિયાઝા હતા. સૌથી
વધુ બીરબલ પંકાયો, જે
હાજરજવાબી ઉપરાંત
હોશિયાર સેનાપતિ
પણ હતો. બીર એટલે
મગજ અને બલ
એટલે શક્તિ, માટે
બુદ્ધિચાતુર્યને કારણે તે
બીરબલ’ નામ પામ્યો
હતો. મધ્ય પ્રદેશના બ્રહ્મભટ્ટ અર્થાત્ બારોટ પિરવારમાં ૧૫૨૮
દરમ્યાન જન્મેલા બીરબલનું મૂળ નામ મહેશદાસ હતું. શિવદાસ તરીકે પણ તે ઓળખાતો હતો. (શિવ = મહેશ). હિંદી, ફારસી અને સંસ્કૃત ભાષા પર તેનું અદ્ભુત પ્રભુત્વ હતું. સેનાપતિની ભૂમિકામાં તે ઘણાં યુદ્ધો ખેલ્યો, માટે અકબરે તેને નગરકોટનું રાજ્ય આપી રાજાનો ખિતાબ એનાયત કર્યો હતો. ૧૫૮૬માં યુદ્ધમોરચે જ અફઘાનોના હાથે તે માર્યો ગયો.
https://www.facebook.com/share/p/14PDakDxSgT/