શિર્ષક"યુદ્ધ" (ગઝલ)
યુદ્ધ યાદ કરાવી દે છે જગતને કે હાર શું છે,
પૂછી રહ્યો છું હું કે આ યુદ્ધનો સંહાર શું છે?
બાળક ભૂખ્યું છે અને માઁની આંખમાં જળ છે,
પૂછો એને કે આ અનાવશ્યક તકરાર શું છે?
જેણે સપનાં સજાવ્યા હતા, એ ઘર હવે ખાલી છે,
ઈંટોને પૂછું કે તારો સાચો અધિકાર શું છે.?
લોહી નીતરતી ધરતીને આ શાંતિનો સવાલ છે,
કે જખ્મોનો ભાર લઈને જીવવું, એ વિચાર શું છે?
નેતાઓ તો ક્યાંક બેશી ને કરતા હશે મહેલ બનાવાની વાતો,
પણ કોઈ તો પૂછો યુદ્ધ માં ઢળી ગયેલા ગરીબના મકાનની હાલત શું છે?
યુદ્ધથી ખેતરો સૂકાઈ ગયાં, ને નદીઓનું વહેણ થંભી ગયું.
કહો કલમની તાકાતને કે"સ્વયમ’ભુ’"આ અંધારી તલવાર શું છે?
અશ્વિન રાઠોડ ("સ્વયમ ’ભુ’")