"વિશ્વાસ"
નજર મળી જ્યારથી, ત્યારથી દિલમાં વિશ્વાસ આવી ગયો,
તમારા આવવાથી જિંદગી પર નો વિશ્વાસ જાગી ગયો.
વિશ્વાસ રાખ્યો મધ દરિયા પર તો, પછી કિનારો મળી ગયો,
જાણે સામે આવેલા દુનિયાના બધા ડરનો આઘાત સમી ગયો.
એવું નથી કે બધી જ વાતો થી દુનિયા પર નો વિશ્વાસ ડગી ગયો,
અસત્યની સામે સત્યનો પર નો વિશ્વાસ જાગી ગયો.
જેના પર વિશ્વાસ રાખીને બધું મૂક્યું હતું, તેનાથી વિશ્વાસ થંભી ગયો,
તેને જોઈને લાગ્યું કે મારા જીવનનો આધાર થંભી ગયો.
સફર કપાઈ જશે સરળતાથી, જો પાછો જિંદગીમાં વિશ્વાસ આવી ગયો,
તો જાણે તમારા સાથ થી, તમને પામવાનો "સ્વયમ’ભુ’" અવસર આવી ગયો.
અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ’"