ચા 🍵
ઓગણીસમી સદી
પહેલાં ભારતમા
પીણા તરીકે ચા
અજાણી હતી. ઇસ્ટ
ઇન્ડિયા કંપનીનાં
વહાણો ત્યારે ચીન
જતાં હતાં અને ત્યાંની
ચા છેક ઇંગ્લેન્ડ
પહોંચાડતાં હતાં.
જોસેફ બેન્ક્સ નામનો અંગ્રેજ
વનસ્પતિશાસ્રી
૧૭૯૩માં ચીન ગયો, ચાના છોડ
માટેના અનુકૂળ પર્યાવરણનો તથા
વાવેતરની પદ્ધતિનો ત્યાં અભ્યાસ
કર્યો અને છોડનાં બીજ કલકત્તા લેતો
આવ્યો. ઉત્તર બંગાળમાં તેમજ
આસામમાં તેણે ચાનું વાવેતર
કરવાનું સૂચવ્યું, પણ તેનો પ્રસ્તાવ
ધ્યાન ૫૨ લેવાયો નહિ.
Ans.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પેટ્રોલ બોટના કમાન્ડર તરીકે નીમેલો
ચાર્લ્સ એલેક્ઝાન્ડર બ્રુસ
૧૮૨૩માં
બોટને હંકારતો બ્રહ્મપુત્ર
નદીના ઉપરવાસમાં
પહોંચ્યો. અહીં સિંગહૂ
જાતિના આદિવાસી લોકો
કુદરતી રીતે
થયેલી ચાનાં પાંદડાં
વાપરતા હોવાનુ તેણે
સાંભળ્યું હતું. આદિવાસી
લોકોના મુખિયાનો રૂબરૂ
ભેટો કરી ચાર્લ્સ બ્રુસે ચાના
કેટલાક છોડવા મેળવ્યા, પણ
ત્યાર પછીયે વ્યાપારી ધોરણે
ચાનું વાવેતર પાછળ ઠેલાતું
રહ્યું. કેટલાક સમય બાદ
ચીન સાથે બ્રિટનના રાજકીય
સંબંધો બગડ્યા અને ચાનો
સપ્લાય અનિયમિત બન્યો
ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર--
જનરલ વિલિયમ બેન્ટિકે અંગ્રેજો દ્વારા
આસામમાં ચાનું વાવેતર શરૂ કરાવ્યું.
૧૮૩૯માં સ્થપાયેલી આસામ ટી
કંપની ચાના વેપારક્ષેત્રે જગતની
પ્રથમ કંપની હતી, જેના એક ભારતીય ડિરેક્ટર દ્વારકાનાથ ટાગોર જે રવિન્દ્રનાથ ટાગોરના દાદા હતા.
https://www.facebook.com/share/17aTdjda7f/