કુબેર ભંડારી
ધાર્મિક
શિવ-પુરાણ
જૂના સમયમાં કાંપિલ્ય નામક નગરમાં એક અગ્નિહોત્રી બ્રાહ્મણ વસવાટ કરતો હતો. તે યજ્ઞદત્ત નામે ઓળખાતો હતો. આ બ્રાહ્મણ યજ્ઞવિદ્યામાં અત્યંત કુશળ, વેદ-
વેદાંત જાણનાર, ચન્દ્ર જેવી શીતળ પ્રકૃતિવાળો અને દીક્ષિત બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણને એક
દીકરો હતો. નામ એનું ગુણનિધિ હતું.
આવા સદ્ગુણી, સત્પાત્ર તેમજ સદાચારી પિતાનો પુત્ર દુષ્ટ નીવડ્યો. પિતાએ તેના ઉપનયન
સંસ્કાર કર્યા તેમજ તે છેવટે આઠ વર્ષનો થયો, તે વખતે પિતાશ્રીની આજ્ઞા મુજબ એણે
વેદાધ્યયન કર્યું. પરંતુ ધીરે ધીરે તે અધ્યયન છોડતો ગયો. દીક્ષિત બ્રાહ્મણ આખો દિવસ પોતાના
કાર્યમાં વ્યસ્ત રહેતો, તેથી તે પુત્ર તરફ ઝાઝું ધ્યાન આપી શકતો નહિ. કારણ કે તે બ્રાહ્મણીને
કહેતો : “આપણો દીકરો ગુણનિધિ ઘરમાં ભાગ્યે જ દેખાય છે. આમ કેમ ? તે શું પ્રવૃત્તિ કરે છે ?’’
દીકરાને છાવરવા માટે બ્રાહ્મણી ખોટા ઉત્તર આપ્યા કરતી : “તે હમણાં જ સ્નાન કરીને
ગયો છે.’’ ક્યારેક તે કહેતી : “દીકરો અભ્યાસ કરતો હતો. થોડીવાર પહેલાં જ બહાર ગયો.”
આમ આ રીતે બ્રાહ્મણને દીકરાની સાચી પ્રવૃત્તિની કશી ખબર પડતી નહિ.
બ્રાહ્મણ-બ્રાહ્મણીનો પુત્ર ગુણનિધિ સામાન્ય રીતે ગુણો ધરાવતો ન હતો. તેનામાં એક
બુંદ જેટલો સદ્ગુણ નહોતો. તે દુર્ગુણોથી ભરેલો હતો. તે રાત-દિવસ જુગાર રમતો. માતા
પાસેથી ધન લઈ જતો. જુગારમાં મોટા દાવ રમતો. માતાને પણ ખબર પડે નહિ તે રીતે સંપત્તિ
લઈ જતો. હિંમતભેર જુગારમાં તે સઘળું હારી જતો.
બ્રાહ્મણીને આ જાણી તેને ચિંતા થઈ. તેના હૈયે અનુકંપા જાગી. તેણે દીકરાને પડખે
બેસાડ્યો : “દીકરા, શા માટે જુગાર રમે છે ? શા માટે બહાર રઝળ્યા કરે છે ? આમ કરવું
સારું નહિ.’’
બ્રાહ્મણીએ દીકરાને ઘણી રીતે સમજાવ્યો, ઠપકો આપ્યો. અરે, શિખામણો પણ આપી.
દીકરો થોડો સમજે ? એ તો નિરકુંશ બની ગયો હતો. લગામ રહી નહોતી. તેને ઘણું કહ્યું
પણ તે નકામું ગયું. પથ્થર ઉપર પાણી જેવું બનીને રહ્યું.
માતા કહેતી : “હે દીકરા, તું દુરાચારીઓનો સંગ છોડી દે. સદાચારીઓની સાથે ઊઠ-
બેસ. ભણવામાં ધ્યાન દે. ઉત્તમ કાર્યો કરવાથી સુખ-શાંતિ અને આનંદ-ઉમંગ મળે છે. દીકરા,
તું ભણવામાં ધ્યાન દે. જ્ઞાની બન. જ્ઞાન જીવનને પાવન ગંગા જેવું બનાવે છે. તું જુગાર બંધ
કર. દીકરા, તારા પિતા જાણશે તો તેઓ ક્રોધે ભરાશે ! તને ખબર નહિ હોય, હું તારા ગુના
ઢાંકતી રહું છું.' દીકરો જેમનો તેમ રહ્યો.
માતા કહેતી : “દીકરા, બાપદાદાની કીર્તિ સામે જો. તું હવે નાનો નથી. ઓગણીસ વર્ષનો
થયો છે. દીકરા તું તારું હિત શેમાં છે તેનું ધ્યાન રાખ. સજાગ અને સચેત રહે. તારા માતા-
પિતાના કુળ ની પ્રતિષ્ઠાની ચિંતા કર. એને બટ્ટો લાગે નહિ તેની ફિકર કર. દીકરા, તારી પ્રવૃત્તિ
વિશે રાજા જાણશે તો તેમની રોજી છૂટી જશે.''
માતા કાકલુદી કરે છે, માતા વિનંતી કરે છે. દીકરો કોઈ વાતે માનતો નથી, સમજતો
નથી. માતાએ ખોટો મોહ રાખીને તેને ફટવ્યો હતો, પ્રોત્સાહન પણ ઊલટું જ આપ્યું હતું. આથી
જ તેને આ પરિણામ ભોગવવાનું આવ્યું હતું.
દૈવયોગે બન્યું એવું કે એક દિવસ એક જુગારીના હાથમાં રહેલી વીંટી યજ્ઞદત્તે જોઈ
અને ઓળખી. એ વીટી તે પોતાની હતી. તેણે જુગારીને ધમકાવીને, તતડાવીને કહ્યું, તો
તેણે ઉત્તર દીધો : “મને શા માટે ડરાવો છો ? ધમકાવો છો ? મેં કોઈ ચોરી કરી નથી. આ વીંટી
મને તમારા દીકરાએ જ દીધી છે. તે જુગારમાં હારી ગયો છે, તેથી તે વીંટી આપીને
છૂટયો છે. તે અગાઉ તેણે રત્નો, ધન, વસ્ત્રો તેમજ વાસણો પણ આપ્યાં છે. તમે તમારા
દીકરાની આ પ્રકારની પ્રવૃત્તિ વિશે કંઈ જાણતા નથી ?''
યશદત્ત આ ઉત્તર સાંભળીને ઘણો સંકોચ પામ્યો, હતાશ થયો. દુ:ખથી મસ્તક
નમાવીને ઊભો રહ્યો. શરમથી તેની આંખો ઝૂકી ગઈ. બીજું શું થાય ? તે ઘરે આવ્યો. તેણે પત્નીને
સાદ દીધી. પત્ની નજીક આવી એટલે બ્રાહ્મણે કહ્યું : “ધુતારો ગુણનિધિ ક્યાં છે ? એનાં કાર્યો
વિશે મને જાણ થઈ છે.''
બ્રાહ્મણી સ્તબ્ધ બની ગઈ. તે શું બોલે ? તેને સચ્ચાઈ સમજાઈ ગઈ. બ્રાહ્મણ ઘણું બધું
જાણી ગયા હતા. પોતે પણ ખુલ્લી પડી ગઈ હતી. તે કશું બોલી નહિ, ચૂપ રહી. શાંત-ચિત્તે
ઘરનું કામ કરતી રહી.
બ્રાહ્મણે ફરીથી કહ્યું : “હું સવારે સ્નાન માટે ગયો ત્યારે મેં તને રત્નજડિત વીટી
સાચવવા માટે આપી હતી, તે વીંટી મને આપશો ? એ વીટી ક્યાં છે ?''
બ્રાહ્મણી શું બોલે ? ઘડીક ચૂપ રહી. પછી તેણે ઉત્તર આપ્યો : “પ્રાણેશ્વર ! હું ખૂબ જ
કામમાં વ્યસ્ત હતી, તે વખતે ભૂલથી કોઈ વાસણમાં મુકાઈ છે. ઘણી શોધી પણ મને મળતી
નથી, યાદ આવતું નથી. મળતાં જ હું તમને તે વીંટી આપીશ.'’
બ્રાહ્મણના ચહેરા પર ક્રોધ વ્યાપી ગયો. આંખોમાં અગન રેખાઓ તરવરી ઊઠી.
તે બોલ્યો : “દુષ્ટ પુત્રની માતા ! તું મને ખોટા ઉત્તરો આપે છે. જ્યારે પુત્ર વિશે કંઈક કહું છું,
ત્યારે તું કહે છે : ‘ભણવા બેઠો છે’, અથવા ‘ભણીને બહાર ગયો છે, ખૂબ જ પ્રવૃત્તિમાં રહે
છે !' પુત્ર ક્યાં જાય છે અને શું કરે છે, તેની સાચી વાત કરતી નથી. તું સાચું કહે, મારે તે
જાણવું છે. પણ ના, તું ક્યાંથી કહેશે ? તેં તો દીકરાના ગુનાઓને છાવર્યા છે. સાચી વાત હું
જાણું છું. તેના ગુનાઓ અંગે સાચી વાત જાણીને હું લાચાર-વિવશ બની ગયો છું. શરમનો
પણ પાર રહ્યો નથી. હું માતા તરીકેની ફરજ ચૂકી છે. બોલ વીંટી તો ઠીક પણ ચાંદીની ઝારી
સુધ્ધાં દેખાતી નથી. વાસણો ગુમ થયાં છે. મારો દુપટ્ટો ગાયબ છે. દક્ષિણ દેશમાંથી મળેલું
કાંસાનું વાસણ દેખાતું નથી, અને પૂતળીઓવાળી દીવી ક્યાં ગઈ ? બતાવ મને. હે અભાગી
સ્ત્રી ! તું સાંભળ. આજે તારા દીકરાના જુગારી મિત્રોએ મને ઘણું બધું સાચું કહી દીધું છે.
તારો દીકરો જુગા૨ ૨મે છે. મારી આંખો આજે ખૂલી ગઈ છે. આજ હું તને ત્યજી દઉં છું.
પુનઃ લગ્ન કરીશ અને મારું દીક્ષિત કાર્ય ગતિશીલ બનાવીશ. આજથી જ હું એમ માનું છું કે
મારે દીકરો ન હતો. કુળને કલંક લગાડનાર દીકરા કરતાં વાંઝિયાપણું ઉત્તમ છે. કુળની
પ્રતિષ્ઠા, નિષ્ઠા, આબરૂ સાચવવા દીકરાનો અને પત્નીનો ત્યાગ કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે.’’
બ્રાહ્મણ ક્રોધાયમાન થયો. પગ પછાડતો બ્રાહ્મણ ઘર છોડી ચાલ્યો ગયો. બ્રાહ્મણી
બ્રાહ્મણને જતો જોઈ રહી.
થોડીવારે ગુણનિધિ ઘરે આવ્યો. તેની માતાએ સઘળી વાત કહી દીધી. એટલે નાસીપાસ
થયેલો દીકરો ગુસ્સામાં કાળઝાળ બની ગયો. તે પણ ઘર છોડીને ચાલી ગયો.
નગર બહાર જતી વેળાએ ગુણનિધિએ વિચાર કર્યો : ‘હું ક્યાં જાઉં ? હું કંઈ ભણ્યો નથી,
કંઈ ગણ્યો નથી. શું કરીશ ? અરે, મારી પાસે નથી ધન, સંપત્તિ, શું કરીશ ? અરે, મારા પૂર્વ
કર્મ કેવાં હશે કે અગ્નિહોત્રી બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો, તેમ છતાં મને કેવી ખરાબ બુદ્ધિ
સૂઝી ? ઘરે તો પ્રેમાળ માતા હેતથી ભોજન જમાડતી ! હવે અહીં એટલા પ્રેમથી કોણ
ભોજન આપશે ?'
તે ચાલતો જ રહ્યો. ખૂબ જ થાક ચઢ્યો. નિરાશ વદને, ભાંગેલા શરીરે ગુણનિધિ એક
ઘટાદાર વૃક્ષ નીચે આવ્યો. તે દિવસે શિવરાત્રી હતી. સાંજ પડવા આવી હતી. ચોપાસ દૃષ્ટિ દોડાવી. આ દરમિયાન એક શિવભક્ત કુટુંબ નજરે પડ્યું. તે કુટુંબના સભ્યો પૂજાની સઘળી
સામગ્રી સાથે શિવમંદિર તરફ આગળ વધી રહ્યાં હતાં.
ગુણનિધિ તે કુટુંબ તરફ જોઈ રહ્યો. ક્ષણાર્ધ પછી ગુણનિધિ તેમની પાછળ ચાલવા
લાગ્યો. તે પણ તેમની પાછળ-પાછળ મંદિરે ગયો.
ગુણનિધિ સદાશિવના મંદિરમાં
પ્રભુ શિવજીના મંદિરમાં આવીને તે ભક્ત કુટુંબે સદાશિવના પૂજનની તૈયારી આરંભી.
શિવરાત્રી
હોવાથી તે કુટુંબે ઉપવાસ કર્યો હતો, તેથી સાયંકાળ પછી મધ્યરાત્રિએ પૂજન કરવા
આવ્યું હતું. વિધિપૂર્વક પૂજન કર્યું. તેમણે નૈવેદ્યમાં પકવાન ધરાવ્યું. તેની મીઠી સોડમ ગુણનિધિને
પસંદ આવી. મંદિરના દ્વારેથી ગુણનિધિએ પ્રસાદની સોડમદાર સામગ્રી જોઈ. તેણે વિચાર્યું
‘એ લોકો નિદ્રાવશ બનશે તે પછી હું એ પ્રસાદ પ્રેમથી ગ્રહણ કરીશ. એ સઘળો પ્રસાદ હું લઈ જઈશ.’
પૂજા પતી, આરતી કરી, નૃત્યગાન પછી તેઓ બધાં આડાં પડ્યાં. વાતો કરતા તેઓ
ઊંઘી ગયાં. તે દરમિયાન ગુણનિધિ મંદિરના દ્વારમાં પ્રવેશ્યો. દીવો બળતો હતો. આછો
ઉજાશ મંદિરમાં પ્રસરેલો હતો. તેને બરાબર દેખાતું ન હતું. તેણે પોતાના વસ્ત્રમાંથી એક લીરો
કાઢ્યો. દિવેટ કરી. ઉજાશ થોડો વધારે પ્રસર્યો. પકવાન જમીને તે બહાર આવતો હતો, એ
વખતે તેનો પગ એક જણને અથડાયો. જેથી તે માણસ સફાળો - બેબાકળો જાગી ગયો. તેણે
બૂમો પાડી. એ બૂમોથી બધાં જાગી ગયાં.
એ વખતે મંદિરના રક્ષકો પણ ઊઠ્યા. ગુણનિધિને જોઈને તેની પાછળ પડ્યા. રક્ષકોએ
ગુણનિધિને ખૂબ જ માર માર્યો, તેથી તે મૃત્યુ પામ્યો. તેના જીવાત્માને તે ક્ષણે યમદૂતો લેવા
માટે આવ્યા. યમદૂતોએ તેને પાશથી બાંધ્યો. આ વખતે કૈલાસમાંથી દિવ્ય વિમાન લઈને પ્રભુ
સદાશિવના પાર્ષદો પણ ત્યાં આવી ચઢ્યા. તેમણે ગુણનિધિના જીવાત્માને છોડી દેવા
તત્ક્ષણ આજ્ઞા કરી.
યમદૂતો કહે : “આ તો દુરાચારી બ્રાહ્મણ પુત્ર છે. સત્ય - પવિત્રતાથી તે સદૈવ દૂર
રહ્યો છે. તેણે સ્નાન-સંધ્યા પણ છોડ્યાં છે. માતા-પિતાને એણે દુ:ખી કર્યાં છે. તેમને અપાર
ત્રાસ આપ્યો છે. માતા - પિતાની આજ્ઞાને ઉથાપવામાં એણે કશું બાકી રાખ્યું નથી. તમે એ
પણ જોઈ શકો છો કે એણે શિવમંદિરમાં પ્રવેશ કરીને શિવ નિર્માલ્ય ઓળંગ્યું હતું. તે
નર્કનો અધિકારી બન્યો છે. આમ છતાં તમે તેને મુક્ત કરવાનું કહો છો શા માટે ? તેના કોઈ
ધાર્મિક ગુણો હોય તો અમને કહો.’’
તત્ક્ષણ શિવના પાર્ષદો કહે : “શિવભક્તના ધર્મો અત્યંત સૂક્ષ્મ છે. તેને સ્થૂલ
દૃષ્ટિવાળા કઈ રીતે જાણી શકે ? આ બ્રાહ્મણે જે સત્કાર્ય કર્યુ તે તમે સાંભળો. તેણે રાત્રે દીવામાં
નવી દિવેટ મૂકી હતી. આછા ઉજાશને પ્રગાઢ બનાવ્યો હતો. આ ઉજાશથી અંધકારમાં ગરક
બનતું શિવલિંગ પુનઃ પ્રકાશમાન બન્યું હતું. પૂજનપ્રક્રિયા વખતે તેણે શિવજીનાં નામો સાંભળ્યાં
હતાં. ઉપરાંત તે પણ ઉપવાસી જેવી જ સ્થિતિમાં હતો. ભક્ત કુટુંબે ભોજન કર્યા પછી તેણે
ભોજન કર્યુ હતું. આ મુજબ સૂક્ષ્મ ભક્તિનાં પરિણામે તે અમારી સાથે કૈલાસ આવવાનો
અધિકારી બન્યો છે. તેના સઘળાં પાપો દૂર થતાં તે બીજા જન્મે કલિંગ દેશનો રાજા થશે.”
એ જ વખતે યમદૂતોએ ગુણનિધિને મુક્ત કર્યો, પછી શિવપાર્ષદો તેને વિમાનમાં
બેસાડીને પ્રેમથી પોતાની સાથે લઈ ગયા.
જતે દિવસે આ બ્રાહ્મણ પુત્ર ગુણનિધિ કાળે કરીને પ્રભુ શિવની કૃપા અને દયાથી કલિંગ
દેશનો રાજા અરંદમનો પુત્ર થયો. તે વખતે તેનું નામ દમ પાડ્યું હતું.
દમ બાળવયથી શિવભક્ત બન્યો. તે જ્યારે રાજગાદી પર બેઠો ત્યારે તેણે શિવભક્તિને
વધારે પ્રગાઢ બનાવી. શિવનો પ્રચાર કરવામાં કશું બાકી રાખ્યું નહિ. તેણે ઘોષણા કરી કે,
‘રાજ્યનાં તમામ શિવમંદિરોમાં દીવાઓ અખંડ પ્રજ્વલિત રાખવા. આ દીવાનું સઘળું
ખર્ચ રાજ્યના શિરે રહેશે.'
આ રીતે તેણે દીવાઓ પ્રકટાવવાનું પુણ્ય લીધું.
બ્રાહ્મણ યજ્ઞદત્તનો દીકરો ગુણનિધિ ત્રીજા અવતાર ટાણે કુબેર થયો. તેણે પૂર્વજન્મમાં
દમ રાજા તરીકે દીવાના દાનથી જ શિવજીની ભક્તિ પ્રાપ્ત કરી હતી. હવે તેણે અતિ કઠણ તપ
શરૂ કરવાનો નિર્ણય લીધો. તે પ્રભુ વિશ્વનાથની નગરી કાશીમાં ગયો. ત્યાં તેણે ચિત્તરૂપી દીવા
પ્રકટાવી અનન્ય ભક્તિ થકી ધ્યાન આરંભ્યું. એટલું જ નહિ, તેણે તે જગ્યાએ પવિત્ર-નિર્મળ
શિવલિંગ સ્થાપી તેની શ્રદ્ધાભાવથી પૂજા આરંભી. તપ કરતાં કરતાં તેનું શરીર દુર્બળ થતું ગયું
હાડચામ ખુલ્લા પડ્યાં. આમ છતાં તેણે તપ છોડ્યું નહિ, તપની પ્રક્રિયા પ્રગાઢ હતી.
આ પ્રગાઢ તપથી પ્રસન્ન થઈને પ્રભુ શિવ પાર્વતીજીની સાથે તે જગ્યાએ આવી પહોંચ્યાં. તેઓ દિવ્ય ભાવથી કહે : “હે અલકાકાપતિ ! તમારા તપથી હું ઘણી પ્રસન્ન થયો છું,
તું વરદાન માંગ’
કુબેરે તાણ આંખો ખોલી, કુબેરની સામે ભગવાન ચન્દ્રશેખર ઊભા હતા, તેમનું તેજ
તે સહન કરી શક્યો નહિ, આથી પુનઃ તેણે આંખો બંધ કરી દીધી. તે કહે : “હું દેવ,
દેવાષિદેવ ! આપના ચરણનું દર્શન કરવા મારી આંખોને સક્ષમ બનાવો. સામર્થ્યવાન બનાવી
આપનાં દર્શન એ જ મારું વરદાન છે. ’
પ્રભુ શિવજીએ તેને સ્પર્શ કર્યાં. કુબેરે આંખો ખોલી. તેણે ભગવાન ચન્દ્રશેખરને
શ્રદ્ધાભાવથી અને હેતથી વંદન કર્યા. તે વખતે ભગવાન સદાશિવ દેવી પાર્વતીજીને કહે : “હુ
દેવી, જોઈ યો, આ છે તમારો પુત્ર ગુણનિધિ, તેણે તમારી કૃપાથી કુબેરનું સ્થાન મેળવ્યું છે,”
કુબેર તે ક્ષણે દેવી પાર્વતીજીના ચરણમાં પડ્યો, હૈત અને શ્રદ્ધાથી દંડવત્ પ્રણામ કર્યા,
શંકર ભગવાન ખૂબ જ પ્રસન્ન ભાવે કહે : “હે પુત્ર ! હું તને વરદાન આપું છું કે તું
ધનભંડારનો અધિપતિ અને યક્ષોનો મહાન રાજા થા, તારી અપાર - અમાપ પ્રીતિમાં વધારો
કરવા, તારી અલકાનગરીની સમીપમાં હું હંમેશા વાસ કhttps://www.facebook.com/share/p/1XYgoc5bK