આ લિફ્ટ કલ્ચર થી હવે થાક્યો છું છતે પગે દિવ્યાંગ બની ગયો છું,
ઉપકરણ થી આટલો તો પાંગળો થયો છું કે હૃદય ને ચાલવા પેસમેકર મૂકાવું છું, મહેરબાની તો ગૂગલ ની કે મગજ નો ઊપયોગ થયો છે નહીવત,પ્રભુ તે જેવું સિલ પેક આપ્યું હતું તેવું જ પાછું આપવાનું છે
હુતો કલ્પવૃક્ષ નીચે બેસી ઈરછા કરું છું ત્યાં ઇન્ટરનેટ તથાસ્તુ ના આશિષ આપે છે