પવનવેગે આવો પવનપુત્ર તમે.
સંકટ સૌ મિટાવો પવનપુત્ર તમે.
અખૂટ બળબુદ્ધિના ભંડાર તમે,
વિકટ કામ પણ છો કરનાર તમે.
આફતથી ઉગારો પવનપુત્ર તમે.
થયો શરણાગત દીનતા લાવી,
રહ્યો હરપળ રામભક્ત મનાવી.
આપદા હવે ટાળો પવનપુત્ર તમે.
અવગુણો ના જોજો આંજનેય,
પરાક્રમો તમારાં પ્રચલિત આજેય.
શીદને પ્રતિક્ષા કરાવો પવનપુત્ર તમે.
તુચ્છ જંતુ સમાન માનવ છે અમે,
વારેવારે શીશ હનુમંત તમને નમે.
સંકટમોચન હવે થાઓ પવનપુત્ર તમે.
ઉરવેદના કષ્ટભંજનદેવ વાંચો તમે,
કરુણા કૃપા હનુમત વરસાવો તમે.
દુર્ગુણો ભૂલી અપનાવો પવનપુત્ર તમે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર