વહેલી પરોઢે આજે
જાગી પેલી ટીટોડી,
મચાવ્યો સોર એને
ટીક... ટીક... ટીક...
ઝાડવે બેઠો હોલો
જાગ્યો કેવો ઝબકીને,
બોલ્યો કેવો એતો
પ્રભુ તું..પ્રભુ તું..પ્રભુ તું..
વહેલી............
આવી ગઈ માળામાંથી
બહાર પેલી ચકલીઓ,
કરવા લાગી કેવી
એતો ચીં.. ચીં..ચીં...
વહેલી.............
આવ્યા સુણીને સાદ
મોર,બુલબુલ ને કબૂતર!
કરે સૌ ભેગામળીને
કેવો કલશોર અનોખો!
વહેલી..........
બેસી એ ડાળીએ
હિંચકા એ હીંચે
વહેલી.........
ઉગમણે અજવાળું થયું
ને આવી ગયો સૂરજ
પાથર્યો પ્રકાશ જોવો
શોભે કેવો આભે!
વહેલી.......
જય શ્રી કૃષ્ણ: પુષ્પા એસ ઠાકોર