Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવ્યો શિવરાત્રિનો તહેવાર, શિવ આવો તમે.
કરે માનવઅંતર થકી પોકાર, શિવ આવો તમે.

ઝેર જગતનાં કાતિલ માનવતા ભરખી જતાંને,
સત્યવૃક્ષ સૂકાઈ ગયું પારાવાર, શિવ આવો તમે.

સૌંદર્ય નથી સલામત અવની પર લેશમાત્ર આજે,
દૃષ્ટો કરતા જે શિકાર વારંવાર , શિવ આવો તમે.

હણાઈ સુંદરતા વન,બાગને ઉપવન તણી હરજી,
કપાતાં તરુવરો વગર વિચાર, શિવ આવો તમે.

ષડરિપુ સંતાપે માનવજાતને નિરંતર વણથંભ્યાં,
ભક્તિભાવ ના દીસતો લગાર, શિવ આવો તમે.

કરો સજીવન માનવતા જે નથી રહી માનવમાં,
કરો સ્નેહ, ઔદાર્યના ઉપચાર, શિવ આવો તમે.

ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111969983
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now