ભાઇની Gf
નાની બેન પર આટલો અન્યાય કેમ
ભાઇ Gf માટે ભૂલી ગયો બેનનો પ્રેમ.
ભાઇ પાસે નથી સમય મારે માટે,
આખો દિવસ હોય છે Gf ના Call ની વાટે.
Gf નો બર્થડે વિશ કરે
12 વાગ્યાના કાંટે,
મારો બર્થડે યાદ પણ નથી
જાણે હું તો મળી ધોબી ના ઘાટે.
નાની બેન પર આટલો અન્યાય કેમ
ભાઇ Gf માટે ભૂલી ગયો બેનનો પ્રેમ.
મનની વાત કરવા બીજું
કોઈ નથી તારા વિના,
આંસુઓ છુપાવી લીધા
છતાં પાંપણ આ ભીના.
દિલમાં છે એક નાનકડી આશ,
ભઇલા હંમેશા રેજે મારી આસપાસ.
નાની બેન પર આટલો અન્યાય કેમ
ભાઇ Gf માટે ભૂલી ગયો બેનનો પ્રેમ.
-- રવિના મોરાસિયા