છેલ્લે સુધી લાગણી નિભાવવાનો કર્યો હતો વાયદો,
આમ મજધારે રાખી મૂકવું કેટલું વ્યાજબી !!
સફરમાં સાથે ચાલવા કર્યો હતો સથવારો,
આમ અધવચ્ચે સાથ છોડવાનું કેટલું વ્યાજબી!!
વાતો કરવાનો અને સાંભળવાનો હતો જે ઉમળકો,
આમ સાવ અબોલા લઈ લેવા કેટલું વ્યાજબી!!
ના લોહીનો સંબંધ હતો કે ન હતો કોઈ નાતો,
પણ સાવ મોઢું જ ફેરવી લેવું કેટલું વ્યાજબી...RV👑