ના હું દૂર ન રહી શકું તારા થી મારા જીવ, હું જિદ્દ કરતી રહી, એ ના કહેતા રહ્યાં...
કોરોના છે તને ખબર છે ને ? અને એની આંખો પણ ભીની થઈ ગઈ..!
હા પણ રોજ સૂતા પહેલાં હું હગ કરું છુ તમે, રોજ ઊઠીને તને હગ કરું છું, હું કેમ રહી શકું?
મને ભલે કોરોના થઈ જાય.
ડોક્ટર એ પણ કહ્યુ છે દૂર રહેવાનું.
હા પણ અત્યારે તો ડોક્ટર નથી ને સામે?
તને સમજાય છે કે નહી?? એના અવાજ માં ગુસ્સો અને દર્દ હતા !
મેં માંડ મન મનાવ્યું.
કયારે એ દર્દ માં બેહોશ થઈ જતા, એને પણ ખબર ન રહેતી, હું એની પાસે જ બેઠી રહેતી, એનો હાથ મારા હાથ માં રાખી ને..!
રાત દિવસ બેઠી રહેતી, હગ પણ કરી લેતી, ને દુવા કરતી,
ડોક્ટર એ થોડા દિવસ કહ્યા કર્યુ, બેન તમે એના થી દૂર રહો, કોરોના છે સમજો..
પછી એક દિવસ આખી રાત આમ જ હાથ માં હાથ રાખી બેઠી રહી, એનો અવાજ જતો રહ્યો હતો, મારા હાથ ને હલનચલન થાય એટલે હું સમજું એ ઈશારા થી કંઈક કહી રહ્યાં છે..!
પછી મારા થી એનું દુઃખ જોવાય નહી તો હું હગ કરું, એના માથા પર હાથ ફેરવી હિઁમત આપુ.. દવા પીવડાવું..
ડોક્ટર રોજ આ બધું જુએ..
એક દિવસ ડૉક્ટર એ આવી ને કહ્યુ, હું આવ્યો હતો સવારે પણ તમે બન્ને સુઈ ગયાં હતા..
ઓહ..મારા થી બોલાઈ ગયું..
કારણ કે, આજે ૧૮દિવસ પછી કોરોના એ થોડી રાહત આપી હતી, ઓક્સિજન હજુ ચાલું જ હતુ, પણ મને બહું દિવસ પછી એનો હાથ હાથ માં રાખી એમજ બેઠા બેઠા હગ કરી નેઊંઘ આવી ગઇ હતી..!
આજે ડોક્ટર હસ્યા,આ બેન છે એટલે જ આ ભાઇ જીવી ગયાં છે, હું કેમ દૂર રહેવાનું કહી શકું??
અને અમે બન્ને એકબીજા સામે પ્રેમ થી હળવું સ્માઈલ કર્યુ...!!
દિલ થી, પ્રેમ થી કરેલુ હગ કેટલી હીંમત આપી જાય છે!!!
happy hug day 🌹❤️ 🫂🤗