Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાસ્પુતિન જ્યારે રશિયાના ઝાર સામ્રાજ્યનો દુર્ભાગ્ય વિધાતા બન્યો
રશિયાના પાટનગર સેન્ટ પીટર્સબર્ગમાં ઝાર નિકોલસ અને ઝરિના એલેક્ઝાન્ડ્રાનો ત્રણેક વર્ષનો પુત્ર અલેક્સેઇ રાજમહેલના બગીચામાં રમતી વખતે પડી ગયો, શ૨ી૨ છોલાયું અને પછી જે રક્તસ્ત્રાવ શરૂ થયો તે અટક્યો નહિ. થોડા કલાકમાં તાવ ચડ્યો અને ચહેરો નિસ્તેજ બન્યો. જખમમાંથી એકધારું ઝમતું લોહી બંધ થાય એ માટે ડૉક્ટરોએ ઘણા ઉપાયો અજમાવી જોયા, પણ અર્થ ન સર્યો. રક્તસ્ત્રાવ અટકવાની
સંભાવના આમેય પ્રમાણમાં ઓછી હતી,
કેમ કે યુવરાજ અલેક્સેઇ હેમોફિલિયા નામના વારસાગત રોગ સાથે જન્મ્યો હતો. આ રોગ જેને થયો હોય તેના જખમ વાટે નીકળતું લોહી નોર્મલ વ્યક્તિના લોહીની જેમ કુદરતી
રીતે ગંઠાય નહિ, માટે રક્તસ્ત્રાવ અટકે નહિ.‘ઇશ્વર જ હવે યુવરાજને જીવતદાન આપી શકે તેમ છે.’ એવા શબ્દો સાથે ઝાર સમક્ષ પોતાની લાચારી જાહેર કરી ત્યારે વિશ્વના સૌથી વિશાળ સામ્રાજ્યનો એ સત્તાધીશ ધ્રૂજી
ઊઠ્યો. નિકોલસને ચાર પુત્રીઓ હતી, જ્યારે અલેક્સેઇ તેનો એકનો એક પુત્ર હતો. રશિયાના તે એકમાત્ર ગાદીવારસનેખોઇ બેસવાના ડરથી ઝાર વ્યાકુળબન્યો.
ચાર દિવસ વીત્યા પછી જુલાઇ ૧૬, ૧૯૦૭ ની મોડી રાત્રે સેન્ટ પીટર્સબર્ગના ઝા૨સ્કયે સેલો નામના વૈભવશાળી રાજમહેલનું વાતાવરણ ગમગીન અને ક્ષુબ્ધ હતું. અલેક્સેઇ લગભગ ગંભીરમાંદગીની પથારીએ હતો. અલેક્સેઇને બચાવી લે તેવા અણધાર્યા ચમત્કાર માટે તેના મનમાં પ્રાર્થનાનું રટણ ચાલુ હતું.મૃત્યુની નિકટ સરી રહેલા અલેક્સેઇને ચમત્કારિક રીતેજીવતદાન મળવું જાણે નક્કી હોય તેમ ઝારના સિપાહીઓ એવા ચમત્કારો સર્જતા કથિત ઓલિયાની શોધમાં નીકળી ચૂક્યા હતા. ઇતિહાસમાં રશિયાના પાગલ સાધુ તરીકે કુખ્યાત થવા માટે જન્મેલા ગ્રેગરી યેફિમોવિચ રાસ્પુતિન નામના તે અલગારી પાસે ચમત્કારો કરવાની અલૌકિક શક્તિ તો બેશક નહોતી, પણસામી વ્યક્તિના મગજ પર ચમત્કારિક રીતે છવાઇ જવાની શક્તિ તેનામાં પારાવાર હતી. અનેક જણાના અસાધ્ય રોગો તેણે પ્રાર્થનાબળે મટાડ્યા હોવાનું કહેવાતું હતું. આથી ઝારના રાજકુટુંબ સાથે નિકટનો સંબંધ ધરાવતી બે ઉમરાવ મહિલાઓએ યુવરાજ અલેક્સેઇની સારવાર માટે રાસ્પુતિનને બોલાવવાની ભલામણ કરી હતી અને હતાશામાં ડૂબી રહેલા ઝાર નિકોલસે એ તણખલું પકડી રાજમહેલના અશ્વારોહી સિપાહીઓને રાસ્મુતિનની શોધમાં રવાના કર્યા
રાસ્પુતિનની પ્રાર્થનાનો‘કમાલ’હોય કે નર્યા જોગ-સંજોગનો
પ્રતાપ હોય, પણ સેન્ટ પીટર્સબર્ગના રાજમહેલમાં મરણપથારીએ પડેલા અલેક્સેઇનો તાવ સહેજ ઓછો થયો અને તબિયતમાં ફરક પડવા લાગ્યો. બચવાની જ્યાંબહુ આશા નહોતી ત્યાં ઝાર અને ઝરિનાએ જોયું કે પુત્રના ચહેરા પર થોડીઘણી ચમક આવી હતી. રક્તસ્ત્રાવનું પ્રમાણ ઘટ્યું હતું. કોઇ દેખીતું કારણ નહોતું કે જેને લીધે તબિયતમાં એકાએક સુધારો થાય, છતાં કળ વળી રહી હતી. અડધો-પોણોકલાક વીત્યો ત્યાં સેવકે ઝાર-ઝરિનાને રાજમહેલમાં ગ્રેગરી
યેફિમોવિચ રાસ્પુતિનનું આગમન થયાની જાણ કરી.
રશિયાની ગાદીના વારસને તથા રશિયન સમ્રાટના એકના
એક પુત્રને અલૌકિક શક્તિ વડે બચાવવા આવી રહેલો ઓલિયો કેવો છે એ જાણવાની ઉત્કંઠાથી ઝરિના એલેક્ઝાન્ડ્રાએ દરવાજા તરફ નજર માંડી, ઝાર પણ રાસ્પુતિનને જોવા ઉત્સુક હતો. પુત્રના અસાધ્ય રોગે બન્ને જણાંને અંધશ્રદ્ધાળુ બનાવી મૂક્યાં હતાં.
ઝારને કે ઝરિનાને કલ્પના નહોતી કે રાસ્પુતિનનું આગમન ટૂંક સમય પછી રશિયન સામ્રાજ્યના પતન માટે ઊંટની કાંધપરના છેલ્લા તણખલા જેવુ સાબિત થવાનુ હતુ
એક રીતે જુઓ તો રાસ્પુતિન ઊધઇએ કોરી ખાધેલી
વિશાળ ઇમારતને ધરાશયી કરવામાં માત્ર નિમિત્ત બનવાનો
હતો, કેમ કે ૧૮૯૪ માં ઝાર નિકોલસના સત્તારોહણ પછી
તે ઇમારત દિનપ્રતિદિન ખોખલી થવા માંડી હતી. રશિયાના
પ્રાન્તીય સૂબાઓ પોતાના સામંતો, ઉમરાવો, સેનાપતિઓ અને ધર્મગુરુઓના બળથી પોતાનો પ્રભાવ વધાર્યે જતા હતા. દમનખોર સત્તાધીશો દ્વારા પ્રજાનું અતિશય હદે શોષણ થતું હતું અને જીવ પર આવેલી પ્રજા વિફરી રહી હતી. ક્યાંક ક્યાંક વિદ્રોહ પ્રગટી રહ્યો હતો.
https://www.facebook.com/share/p/1A3feVZHRj/

Gujarati Blog by Gautam Patel : 111968286
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now