પ્રણયની આથી વધુ દુર્દશા શું હોઈ શકે !!!
પ્રણય હોય તોય, "નથી" એમ સાબિત થઈ શકે...
સારું છે-વાત છે જુની, તો સૌએ સ્વીકારી લીધી,
બાકી ઝેર પીને પણ,મીરા પર પ્રશ્નાર્થ હોઈ શકે...
પકડો ભલે મજબૂતાઈથી હાથને હાથમાં રાખી,
માણસ મનસ્વી હોય તો,જીભને ખંજર કરી શકે...
રોજ લાગે સમંદરની વિશાળતા,સાથીની આંખોમાં,
જરા ઉંડા ઉતરે ત્યાં,દરિયો બસ ખારો લાગી શકે...
ભ્રમને હકીકત સમજવાની ભુલ થાય તો આવું બને,
હોય લાગણી ઝાકળ જેવી,ને મનને વાદળ લાગી શકે...
- નિર્મિત ઠક્કર (૨૨/૦૧/૨૦૨૫)