#ટિફીન
અદિતિ જ્યારે પણ ઓફિસ વર્ક થી વધારે થાકી જતી ત્યારે એક ઘરઘરાવ ટિફિન જ ઓર્ડર કરી આપતી કારણ કે સવારથી લઈને સાંજ સુધીનું ઓફિસ વર્ક હવે રાતની રસોઈ માટે તેને કંટાળો અપાવી દેતું પણ બહારનું જંક ફૂડ તેને માફક ન આવતું. માટે તે આવું જ એક જગ્યાએ ઘરઘરાવ ટિફિન ઓર્ડર કરી આપતી પણ આ ટિફિન લેવા માટે તેને ત્યાં જવું પડતું કોઈકે તેમને પ્રતિમા નો નંબર આપેલો હતો અને પ્રતિમાની રસોઈ ખૂબ જ પ્રખ્યાત હતી એક દિવસ જ્યારે પ્રતિમા તેના મૂળ જગ્યાએ ઊભી નથી હોતી અને તેના ફ્લેટ સુધી અદિતિને જવાનું થાય છે ત્યાં જુએ છે તો એક બીમાર પતિ અને તેની સેવા કરતી તેની 16 વર્ષની દીકરી અને પ્રતિમા બધાના ટિફિન પેક કરતી હોય છે ત્યારે આદિતિ જાણે છે કે પ્રતિમા પોતાના પતિની સેવા કરતા કરતા આ ટિફિન સેવા શરૂ કરી છે જેથી તેના ઘરનું ટિફિન પણ ચાલે છે....
જય શ્રી કૃષ્ણ 🙏🏻
૧૧/૧૦/૨૨