Gujarati Quote in Motivational by Bindu

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છુપાવી શકો તો તમારા આંસુઓને છુપાવો
જાહેરમાં એને વ્યક્ત ન કરો..
જો છુપાવી શકો તો તમારા અંતર મનમાં થયેલ ઉદાસીને છુપાવો
વ્યક્ત ન થવા દો ક્યાંય પણ..

કારણ કે માણસો થોડીક સહાનુભૂતિ દર્શાવીને
તમારું સૌથી કીંમતી વ્યક્તિત્વ તમારાથી છીનવી લે છે..

જે તે સમયે તો તમને ખૂબ સહાનુભૂતિ અર્પે છે
પરંતુ પાછળથી તમને તેમના અહેસાનના બોઝ નીચે
વારંવાર દબાણ કરતા રહેશે‌..
માટે ચેતી જાવ આવા બહેરુપિયા ઓથી
કે જે તમને છેતરીને તમને વારંવાર પરેશાન કર્યા કરશે..

જો વ્યક્ત જ કરવું છે તમારે તો તમારા સ્વ સાથે વાર્તાલાપ કરો
યા તો તમારા ઈશ્વર સાથે તમારું દુઃખ વ્યક્ત કરો...

પુસ્તક વાંચો ,ગીત સાંભળો, મુસાફરી પર નીકળી જાઓ,
દુઃખીને મદદ કરો, પણ તમારી જાતને સતત વ્યસ્ત રાખો...

Gujarati Motivational by Bindu : 111965536
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now