Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કર જોડીને કરીએ વિનંતિ,
રઘુવીર અંતરે સ્થાપોને.
આટલું માગ્યું આપોને.
ઉર અભિલાષ રહી નિરંતર,
દરશન દયાનિધિ આપોને,
આટલું માગ્યું આપોને.
રામભક્ત તમે ગુણનિધિ છો,
રામમય ક્રિયા કલાપોને.
અંતરથી આશિષ વરસાવો,
બાળો તમે કોટિ પાપોને...1
રહે રામરત બુદ્ધિ અમારી,
હરપળ ભજનના તાપોને.
રીઝે રઘુનંદન મુજ પર,
એવા કરીએ અમે જાપોને..2
હે હનુમંત કરો કૃપા હવે,
હરોને શોક સંતાપોને.
અઢળક અવગુણો અમારા,
ભૂલીને ભક્તિ તમે આપોને..3
ઉરઊંડાણેથી પ્રાર્થના મારી,
નિષ્કામ ભક્તિ સ્થાપોને.
રહે રામ અનુકૂળ અવિરત,
બજરંગી વરદાન આપોને...4

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111965097
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now